આવેદન:અંબાજીમાં સ્પાના ઓથા હેઠળ પ્રદર્શિત કરાતા અર્ધનગ્ન ફોટા અંગે લોકોમાં રોષ

અંબાજી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પાના ઓથા હેઠળ અનૈતિક પ્રવૃત્તિ અંગે દાંતા મામલતદારને આવેદન

અંબાજીના પ્રવેશદ્વારે સરા જાહેર અર્ધનગ્ન ફોટાના પ્રદર્શનને લઈ અંબાજી આવતા સેંકડો યાત્રિકો સહીત સ્થાનિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. એટલુંજ નહિ સ્પાના ઓથા હેઠળ અનૈતિક પ્રવૃત્તિ અંગે પણ આશંકાઓને લઈ તાત્કાલિક રીતે આ કારોબાર બંધ કરાવવા દાંતા મામલતદારને આવેદનપત્ર સોમવારે સુપ્રત કરવામાં આવ્યું છે.

પવિત્ર ધામના પ્રવેશદ્વારે જ સરા જાહેર માર્ગ પર અર્ધનગ્ન તસ્વીરો પ્રદર્શિત થઇ રહી છે. જેના કારણે સ્થાનિકો સહીત યાત્રિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકવા સાથે કુમળા બાળ માનસ પર વિપરીત અસર પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

જેને લઇ દાંતા ગ્રાહક સુરક્ષા કેન્દ્રના વિપુલ ગુર્જર સહીત એડવોકેટ વિરેન્દ્રસિંહ સોલંકી સહીત જાગૃત નાગરિકો દ્વારા સરકારનું ધ્યાન દોરવા અને ધર્મનગરીની પ્રતિષ્ઠાને હાનિસ્વરૂપ કારોબાર બંધ કરાવવા સોમવારે દાંતા અંબાજી ની પ્રતિષ્ઠાને હાનિસ્વરૂપ અને અસામાજિક કારોબાર અંગે મળેલ આવેદનપત્રને લઇ દાંતા મામલતદાર દ્વારા પણ તાત્કાલિક અસરથી તપાસ કરવા અંબાજી પોલીસને જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...