શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યારે આજે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સાંજે 5 વાગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ગામનાં આગેવાનો અને લોકો જોડાયા હતા.
બનાસકાંઠા જીલ્લા પોલીસ પાલનપુર ડિવિઝન દ્વારા ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ 2011 મુજબ જીલ્લા નાગરિકને જણાવવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણાં ધિરનારનો વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. નાણાં ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર વસુલી શકશે નહીં. જો કોઈ આવુ કૃત્ય કરશે તો ગંભીર સજાને પાત્ર થશે. આપના વિસ્તારમાં આવી ગેર કાયદેસરની નાણાં ધીરધારની પ્રવૃતિ ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન તથા જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. જે માહીતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
પોલીસ અધિકારી સામે આગેવાનોએ રજૂઆત કરી સોમવારે સાંજે અંબાજી પોલીસ સ્ટેશનનાં પીઆઇ ધવલ પટેલની હાજરીમાં લોક દરબારમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, અંબાજીમાં અગાઉ પણ વ્યાજ ખોરો અને વધુ વ્યાજ લેતા તત્વોનાં ત્રાસથી એક મહિલાએ આત્મહત્યા પણ કરી હતી. ભવિષ્યમા આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ કાર્યવાહી કરશે. આપની આસપાસમાં આવા કોઈ તત્વો વધુ વ્યાજ લેતા હોય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પીઆઇ ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.