મહામેળા માટે મહાતૈયારીઓ:મહાપ્રસાદના 40 લાખ પેકેટ બનાવાની કામગીરી શરું; 5થી 10 સપ્ટેમ્બરે યોજાનાર મહા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવશે

અંબાજી24 દિવસ પહેલા

શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના ભાદરવી પૂનમના મહા મેળાની તૈયારીઓ થઈ રહી છે. 5 થી 10 સપ્ટેમ્બરે યોજનાર મહા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવશે અને તેમના માટે પ્રસાદની વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરાય છે. અંદાજીત 40 લાખ પ્રસાદના પેકેટ બનશે અને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને પ્રસાદ સરળતાથી મળી રહે તે પ્રકારે રાત દિવસ 500 જેટલા લોકો આ પ્રસાદ બનાવવાના કામે લાગ્યા છે.

ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન અંદાજિત 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી આવી અને મા અંબાના ચરણોમાં આવશે. જો કે અંબાજીના પ્રસાદનું એક મહત્વ છે એની એક વિશેષતા છે અને આ મહત્વની વિશેષતાના કારણે લાખોમાં ભક્તો આ પ્રસાદને લઈ જતા હોય છે. ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પણ આ પ્રસાદનું બહુ મહત્વ રહેલું છે. રાજ્ય દેશ અને વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે, જ્યારે અંબાજી મંદિરમાં વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે, વર્ષો થી એક જ ગુણવતા અને સ્વાદ રહે છે, જેને લઇ શ્રદ્ધાળુઓ પ્રસાદને માતાજીનો ચમત્કાર માની રહ્યા છે.

ત્યારે આજે શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ છે અને આ પ્રસાદ લાખો શ્રદ્ધાળુઓને સરળતાથી મળી રહે તેવું પણ આયોજન કરાયું છે. પ્રસાદ બનાવવાના કામે 100 જેટલા લોકો રાત દિવસ મહેનત કરશે. જ્યારે 500 જેટલા લોકો પ્રસાદ પેકિંગ અને પહોંચાડવાની કામગીરી કરશે મહામેળાને લઇને પ્રસાદના 40 લાખ પેકેટ તૈયાર કરાશે. ત્યારે અંદાજે દરરોજ 35 હજાર કિલો પ્રસાદ તૈયાર થશે. જેમાં દરરોજ 5 લાખ જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર થશે માં અંબાના બનનાર પ્રસાદમાં 1,87,500 કિલો ઘી, 175 હજાર કિલો, ખાંડ 100 હજાર કિલો દાળ 1,25,000 કિલો, બેસન 21,875 લીટર દૂધ અને 250 કિલો ઈલાયચી વપરાશે. જોકે 40.25 લાખ પેકેટ પ્રસાદમાં વપરાશે અંબાજીમાં આવનાર 25 લાખથી વધુ શ્રદ્ધાળુ અને પ્રસાદ સરળતાથી મળી રહે તે હેતુથી તમામ તૈયારીઓ પૂર્ણ કરાવી છે અને મા અંબાનો પ્રસાદ દેશ અને વિદેશના ખૂણે ખૂણે પહોંચી તેવું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...