લાલચી અધિકારીઓ અને લોભી કર્મચારીઓ સાથે અનેકો સરકારી ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ અને કર્મચારીઓ પર ભ્રષ્ટાચાર અને લાંચની રકમ લેવાની વારદાતો સામે આવતી હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભ્રષ્ટાચાર અને લાંચ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. તો ગઈ કાલે દાંતા તાલુકાના દાંતા ગામમાં આવેલી સર ભવાનીસિહ વિધાલયના આચાર્ય અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા છે.
બંને આરોપીઓને ડિટેઇન કરી વધુ આગળની તપાસ હાથ ધરી
દાંતા ગામમાં આવેલી સરભવાની સિંહ વિધાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેલેશચંદ્ર ચંદવદન મેહતા સાથે ડી.ઇ. ઓ. કચેરીનો નરેશ કુમાર કચરાલાલ જોશી પટાવાળા લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાનીના દીકરાને ક્લાર્ક તરીકે નોકરીની લાલચ આપી લાંચની માગણી કરી હતી. સમગ્ર ઘટના પાલનપુરના સર્કિટ હાઉસમાં લાંચની રકમ લેતા એસીબી દ્વારા સફળ ટ્રેપ કરતા બને આરોપીઓને લાંચ લેતા ઝડપયા હતા. દાંતાના સર ભવાનીસિહ વિધાલયના આચાર્ય અને પટાવાળો 16 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબી પાલનપુર દ્વારા સર ભવાનીસિહ વિધાલયના આચાર્ય અને પટાવાળા બંને આરોપીઓને ડિટેઇન કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગીશું:P I
આરોપી પ્રિન્સિપાલના પાલનપુર સ્થિત ઘરેથી બે લાખની રોકડ મળી છે. બન્ને જણાએ ક્લાર્કમાં ભરતીની લાલચ આપી કેટલા ઉમેદવારો પાસેથી નાણાં લીધા છે તે જાણવા રિમાન્ડ માંગીશું. નિલેશ ચૌધરી પી.આઇ. (એસીબી પાલનપુર)
ડુપ્લીકેટ ભરતી ફોર્મ બનાવી તેની ઉપર અરજદારોની સહી કરી જાવક નંબર લખાતો
ડુપ્લીકેટ ભરતી કૌભાંડ આચારનાર પ્રિન્સિપલ શૈલેષ મહેતાની એસી ઓફિસ કોઈપણ અંજાઈ જાય તેવી બનાવી છે. એસીબીની ટીમે તપાસ કરતા પ્રિન્સિપલ પાસેથી કેટલાક ફોર્મ મળી આવ્યા છે. જેમાં ઉમેદવારોની સહી કરેલી છે અને જાવક નંબર લખેલો છે. ઉમેદવારોને કહેવામાં આવતું હતું કે "તમે માત્ર સહી કરો ફોર્મ અમે ભરી દઈશું. રોજગાર કચેરી દ્વારા ભરતી બહાર પડી છે." તેવું ખુદ પ્રિન્સિપાલ દ્વારા કહેવાતું જેથી અરજદારોને ભરોસો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.