PM બનશે અંબાજીના મહેમાન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ, 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન અંબાજી પધારશે

અંબાજી11 દિવસ પહેલા

અરવલ્લીની ગિરી માળાઓમાં વિરાજમાન શક્તિપીઠમાં અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે દેશ-વિદેશથીમા અંબાના ચરણે શીશ નમાવવા માઇભક્તો અંબાજી આવતા હોય છે. 30 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં અંબાના ધામે આવવાના છે. નવરાત્રીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં જગતજનનીનો આશીર્વાદ મેળવવા શક્તિપીઠ અંબાજી પહોંચશે. દેશના વડાપ્રધાન બન્યા બાદ બીજી વાર યાત્રાધામ અંબાજીમાં આવી માં જગતજનનીનો આશીર્વાદ મેળવશે. 30 તારીખે નરેન્દ્ર મોદી અંબાજી આવવાના લઈ અંબાજીમાં તેમની આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે .

અંબાજીમાં નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ પહેલીવાર જનસભા સંબોધશે. જેને લઈને અંબાજી નજીક આવેલા ચિખલા ગામે જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમનો વિશાળ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મંડપ 330 ફૂટ પહોળાઈ અને 1000 ફૂટ લંબાઈ વાળો વિશાલ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લગભગ 35,000 થી વધુ લોકો આ મંડપમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અંબાજીમાં પ્રથમ વખત આટલો મોટો વિશાળ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મંડપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશાળ જનસભાને સંબોધશે. તો સાથે સાથે ચીખલા ગામે જમીન લેવેલિંગ માટે પણ મોટા ભાગની મશીનરી સાથે મજૂરી વર્ગ કરતા માણસો મોટી સંખ્યામાં જોડાયા છે અને નરેન્દ્ર મોદીની આગમનની તૈયારીઓને લઈ પૂરજોશમાં તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં લાગેલા છે.

નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર દ્વારા પણ અંબાજીમાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અંબાજી મંદિરને પણ રંગારંગ કરી વિશેષ શણગારવામાં આવી રહ્યું છે. લોકોને કોઈપણ જાતની અગવડતા ના પડે તેના માટે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...