મધ્યપ્રદેશના મંત્રી પહોંચ્યા અંબાજી ધામે:માતાજીનો આશીર્વાદ મેળવી ગુજરાતમાં ભાજપની જીત માટે કરી પ્રાર્થના

અંબાજી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ મોટા નેતાઓ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે. અને સભાઓ અને રેલીઓમાં ભાગ લઈ મતદારોના મનમાં જીતનો વિશ્વાસ જગાવી રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપના તમામ મોટા નેતાઓ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે આવી જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે કાંકરેજ સીટ માટે મધ્યપ્રદેશના મંત્રી પ્રચાર કરવા આવ્યા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપસિંહ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કાલે મોડી સાંજે આવી પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના મંત્રી મા અંબાના નિજ મંદિરે પહોંચી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. તો માતાજીને ગુજરાતમાં યોજનાર વિધાનસભા ચૂંટણીને લઈ માતાજીને પ્રાર્થના કરી હતી કે ફરી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. માતાજીનો આશીર્વાદ મેળવ્યા બાદ મધ્યપ્રદેશના મંત્રી અંબાજી મંદિરના ભટજી મહારાજ જોડે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો ભટજી મહારાજ દ્વારા તેમને તિલક કરી આશીર્વાદ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...