રૂ.25ની કિંમતના પેકેટવાળો જ પ્રસાદ મળશે:આજથી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ મળશે

અંબાજી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ પૂરતો ભક્તોને માત્ર રૂ.25ની કિંમતના પેકેટવાળો જ પ્રસાદ મળશે

અનેક વિવાદો અને આક્રોશના અંતે અંબાજીમાં આજે શુક્રવારથી માં અંબાના દર્શનાર્થે આવતા ભાવિકોને માતાજીમાં રાજભોગનો પ્રસાદ મળશે. જોકે હાલ પૂરતો ભક્તોને માત્ર 25 રૂપિયાની કિંમતના પેકેટ વાળો જ પ્રસાદ મળશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

15 દિવસની વિવાદિત અવધિ બાદ ગુરુવારે અંબાજીમાં મા અંબાના પ્રસાદનું રસોડું પુનઃ ધમધમ્યું છે. મોહનથાળ બનાવવાની પ્રક્રિયામાં મોહનથાળ ઠંડો થયા બાદ તેનું પેકિંગ અને ત્યાર પછી મંદિર ભેટ કાઉન્ટર પર પહોંચશે. જેને લઇને શુક્રવાર સવારથી માં અંબાના ભાવિક ભક્તોને માતાજીના રાજભોગ સમો મોહનથાળનો પ્રસાદ મળશે. 15 દિવસ બાદ પ્રસાદની કામગીરી પુનઃ શરૂ થતાં આ કામગીરીમાં જોડાયેલી મોટી સંખ્યાની ગરીબ મહિલાઓ સહિત કારીગરો ઉત્સાહની લાગણી પ્રવર્તી છે.

પ્રસાદ કામગીરી કરતી મોહિની કેર્ટ્સના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રસ્ટ દ્વારા 10 ઘાણ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. જેમાં એક ઘાણમાં 325 કીલોગ્રામ પ્રમાણે 3250 કીલોગ્રામના 32,000 પ્રસાદના પેકેટ તૈયાર થશે. જોકે હાલ 100 ગ્રામના 25 રૂપિયાની કિંમતના પેકેટ જ બનાવવાનો ઓર્ડર હોવાને લઇ ભાવિકોને રૂ.18 કિંમતના પ્રસાદના નાના પેકેટ મળશે નહિ.

મોહનથાળના પ્રસાદના બોર્ડ મુકવા માંગ
યાત્રિકોના મત મુજબ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદ ભેટ કાઉન્ટર પર ચીકી અને મોહનથાળના પ્રસાદના બોર્ડ યાત્રિકોની જાણકારી માટે મૂકવામાં આવે. એ સાથે બન્ને પ્રસાદની પાવતીના રંગ પણ અલગ કરવામાં આવે જેથી દર્શનાર્થીઓને પ્રસાદ ખરીદવામાં ગેરસમજ ઉભી ન થાય.

અન્ય સમાચારો પણ છે...