• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Ambaji
  • Prasad Issue Was Politicized But When Will Ambaji Become Dirt Free? A Heap Of Dirt Right In Front Of Shaktidwar, No Solution Has Been Found Despite Repeated Representations

અંબાજીમાં મોહનથાળ પછી સફાઈનો મુદ્દો ઊછળ્યો:પ્રસાદ મુદ્દે રાજનીતિ થઈ પણ અંબાજી કયારે બનશે ગંદગીમુક્ત? શક્તિદ્વાર સામે જ ગંદગીનો ઢગલો, વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારે વિવાદ બાદ અંબાજીમાં મોહનથાળ પ્રસાદનો પ્રશ્નનો અંત આવી ગયો છે. પરંતુ યાત્રાધામ અંબાજીમાં ગંદગીનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ વર્ષોથી ચાલતો આવ્યો છે. શક્તિપીઠ અંબાજીની સ્વચ્છ સુંદર અને નિર્મલ અંબાજીની મોટી મોટી વાતો તો થાય છે પણ અંબાજીની જમીની હકીકત જુદી છે. અંબાજીના દરેક વિસ્તારમાં ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગંદકીનો અંત આવતો નથી. તંત્ર દ્વારા આ મુદ્દાને ધ્યાને લેવાતો નથી.

શક્તિદ્વારના સામે જ ગંદકીનો અંબાર
અંબાજીમાં વિવિધ સ્થાને તો ગંદકીના ઢગલાઓ જોવા મળતા હોય છે. જ્યારે અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ આવેલી ગલીમાં મોટા પ્રમાણમાં ગંદગી જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં સફાઈ એજન્સી કામગીરીની બાબત હોય કે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સફાઈની કામગીરી હોય, બંને નિષ્ફળ રહી છે. આ બાબતે તંત્ર કામ કરવા માગતું નથી. અંબાજીના સ્થાનિકો દ્વારા વારંવાર તંત્ર સામે રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે. નિષ્ફળ તંત્ર ક્યારે યાત્રાધામ અંબાજીની સ્વચ્છ સુંદર અને નિર્મલ બનાવશે? તે એક મોટો સવાલ વર્ષોથી અંબાજીમાં ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...