પોલીસ જીપનો અકસ્માત:અંબાજી-હડાદ માર્ગ પર ગઈ રાત્રે ગાયને બચાવવા જતા પોલીસ જીપનો અકસ્માત; ઘટનામાં પોલીસ જવાનને સામાન્ય ઈજા

અંબાજીએક મહિનો પહેલા

દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર-નવાર અકસ્માતો બનતા હોય છે. ત્યારે ગઈ રાત્રે અંબાજી-હડાદ માર્ગ પર અકસ્માતની એક ઘટના બની હતી .અંબાજી અને હડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં અંબાજી અને હડાદ માર્ગ પર પોલીસની જીપ અકસ્માતનો ભોગ બની છે.

ગઈ રાત્રે અંબાજીથી હડાદ તરફ આવી રહેલી હડાદની પોલીસ વાહન બોરેલો જીપનો અકસ્માત સર્જાયો હતો. અંબાજી અને હાડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ મોડ પર હડાદ પોલીસ સ્ટેશનની બોલોરો જીપનો અકસ્માત સર્જાયો હતો. જ્યાં ટર્નિંગ મોડ પર એકાએક માર્ગ વચ્ચે ગાય આવતા પોલીસ વાહનના ડ્રાઇવર બ્રેક લગાવતા ડ્રાઇવર વાહન પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હડાદ પોલીસ સ્ટેશનના પોલીસ વાહનના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. તો ઇજાઓ પહોંચતા હડાદ પોલીસ સ્ટેશનના બોલેરો વાહનના ડ્રાઇવર મુકેશ ભાઈને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનબીએ મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...