અંબાજીના કુંભારીયા ખાતે ઈ શ્રમ કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે મોટી સંખ્યામાં લોકો કુંભારીયા પહોંચ્યા હતા.
કુંભારીયા ગ્રામ પંચાયત ખાતે મેઘા કેમ્પનું આયોજન
અંબાજી નજીક કુંભારીયા ગ્રામ પંચાયત ખાતે મેઘા કેમ્પ યોજાયો હતો. જેમાં લોકોનાં ઈ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યાં હતાં. અંતરીયાળ વિસ્તારમાં લોકો ઇ-શ્રમ કાર્ડનો લાભ લઇ શકે તેને લઇને આ કેમ્પ યોજાયો હતો. કુંભારીયા ગ્રામ પંચાયતમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીતુભાઈ હેમાજી વણઝારાએ સારી કામગીરી કરી હતી. અનેક લોકો એ આ મેઘા કેમ્પમાં ઇ-શ્રમ કાર્ડ કઢાવ્યાં હતાં.
લોકોના ઈ-શ્રમ કાર્ડ સહેલાઈથી નીકળતા અનેક લોકોએ કુંભારીયા ખાતે કેમ્પનો આભાર માન્યો હતો. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને ઈ શ્રમ કાર્ડ મળવાથી લોકોને સરકાર તરફથી મળતી સુવિધાઓનો લાભ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.