કચરાથી લોકો ત્રાહિમામ:અંબાજીના હાઈસ્કૂલ સામે કચરાનું ડમ્પીંગ સાઈડ બનાવી જાહેર માર્ગ પર સળગાવવાથી લોકો પરેશાન

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી માટે ગંદકીનો પ્રમાણ મોટા ભાગમાં જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સફાઈ એજન્સીને યાત્રાધામ અંબાજીની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે આ સફાઈ કંપનીની બેદરકારી સમગ્ર અંબાજીમાં જોવા મળી રહી છે. ઠેર ઠેર જગ્યાએ કચરાના ડમ્પીંગ સાઈડ બનાવવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

અંબાજીમાં સાફ-સફાઈને લઈ દરેક વિસ્તારમા ગંદકી અને ઠેર-ઠેર જગ્યાએ મોટા પ્રમાણમાં કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજીના હાઈસ્કૂલના રોડ ઉપર જાહેર માર્ગ પર કચરાનો ડમ્પીંગ કરીને જાહેર માર્ગ પર રસ્તા ઉપર કચરાને સળગાવવામાં આવી રહ્યો છે. જેથી આ માર્ગ પર જતા-આવતાએ સ્થાનિક લોકો અને વાહન ચાલકો પોતાના જીવના જોખમે નીકળે છે. અને તેમને સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. તો આ સફાઈ કંપનીની બેદરકારી સામે કડક પગલાં લેવાય અને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ સુંદરની છબી ઊભી કરાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...