અંબાજીમાં વાહનોનો મોટો ધસારો:પાટોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં વાહનો આવતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ; વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

અંબાજીએક મહિનો પહેલા

આજે પોષી પૂનમ માતાજીના પાટોત્સવની ઉજવણી યાત્રાધામ અંબાજીમાં ધૂમધામથી મનાવવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો અને યાત્રાળુઓ આ ભવ્ય શોભાયાત્રાને નિહાળવા અને માતાજીના પાટોત્સવની ઉજવણી કરવા અંબાજી આવ્યા હતા.

સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું
આજે યાત્રાધામ અંબાજી ખાતે વાહનોનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળ્યો હતો. અંબાજીના મુખ્ય માર્ગો અને મુખ્ય માર્ગોથી લાગતા માર્ગો પર ભારી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. આજે અંબાજી ખાતે વાહનોનો ઘસારો વધતા મોટા પ્રમાણમાં જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. વાહનચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજીમાં પાટોત્સવ નિમિત્તે સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ આ ટ્રાફિક સમસ્યાના નિકાલની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...