જુગારીઓ ઝડપાયાં:દાંતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પાલનપુર LCBએ ચાર જુગારીઓને 16,820ના મુદ્દામાલ સાથે પકડ્યા

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકામાં અસામાજિક તત્વો ફળી ફૂલી રહ્યા છે, તો તાલુકામાં આવેલી પોલીસ એમને રોકવામાં નાકામ સાબિત થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. આજે પાલનપુર LCB દ્વારા દાંતામાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. પાલનપુર એલસીબીની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે, તો પોલીસની નાકામી પણ સાબિત થઈ રહી છે .પોલીસ દ્વારા કેમ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રોકી શકતા નથી, તેવા સવાલો ઉભા થઇ રહ્યાં છે. આજે પાલનપુર એલસીબીની કામગીરીમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારથી જુગાર રમતા ચાર ઈસમોને પકડી દાંતા પોલિસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે. દાંતા વિસ્તારમાં જુગારીયો જોડેથી 15820 રોકડ રૂપિયા સાથે અન્ય સામગ્રી સાથે કુલ 16820 રૂપયાનો મુદ્દા માલ સાથે પાલનપુર એલસીબીએ ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...