હેલ્થ ચેકઅપ કેમ્પ:UGVCL દ્વારા દાંતા અને અંબાજીમાં 'લાઈન મેનદિવસ'ની ઉજવણી અંતર્ગત આયોજન કરાયું, જી.ઇ.બી.સ્ટાફ સાથે 47 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

અંબાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય માટે સરકાર વિવિધ યોજનાઓ બહાર કાઢતી હોય છે. તો ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ શહેરો અને ગામોમાં આરોગ્ય કેન્દ્ર ઉભા કરાયા છે. ત્યારે વિવિધ સંસ્થાઓના આરોગ્ય ચેકઅપના કાર્યક્રમમાં પણ આરોગ્ય વિભાગ કરતી હોય છે. જેથી આરોગ્ય જાળવી રહે અને તમામ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ તેનો લાભ મેળવી શકે અને પોતાનું આરોગ્યને મજબૂત બનાવી શકે છે.

ઉતર ગુજરાત વીજ કંપની પેટાવિભાગ દાંતા તેમજ પેટાવિભાગ અંબાજી બે જગ્યાએ ''લાઈન મેનદિવસ " ઉજવણી અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી નિશાબેન ડાભીના માર્ગદર્શન મુજબ સરસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર.બી.એસ.કે. ટીમ સેબલપાણી તેમજ કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર અંબાજી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. અંબાજીના તમામ જી. ઈ.બી સ્ટાફ સાથે 47 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો. જેમાં બી.પી. ડાયાબિટીસ.ઓરલ હેલ્થ તેમજ અન્ય બીમારીઓનું નિદાન કરી સારવાર આપવામાં આવ્યુ હતું. યુ.જી.વી.સી. એલ.પેટા વિભાગ દાંતાના તમામ જી. ઈ.બી. ખાતે 42 જણાએ આ કેમ્પનો લાભ લીધો હતો. તાલુકા આરોગ્ય કચેરી દાંતાએ કેમ્પનું સુંદર આયોજન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...