શ્રી બી.ડી. મેહતા આરાસુરી કન્યા વિધાયલના વિધાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખનનું સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
શ્રી બી.ડી. મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય અંબાજી શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને અંબાજી ગામના સમાજ સેવક એવા સન્યાસી જે.પી. સોલંકી સાહેબ તરફથી ઇનામ આપવામાં આવ્યુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા બેન મયુરીબેન પટેલ અને સમગ્ર સ્ટાફગણે ખુબ જ મહેનત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક નિલેશભાઈ બુંબડિયાએ કર્યું. આ સ્પર્ધામાં ઈશ્વરભાઈ બુંબડિયા(ગ્રામ પંચાયત હાઈસ્કૂલ અંબાજી) અને જીગ્નેશભાઈ પ્રજાપતિ(આશ્રમશાળા કુંભારીયા)એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. તો શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શ્રી વિવેકાનંદના જીવનથી અવગત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.