અંબાજી-હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત:થ્રેસર મશીન પલટી મારી જતાં એકનું મોત; બે ઇજાગ્રસ્ત; થ્રેસરમાં એક ફસાતાં રેસ્ક્યુ કરી જીવ બચાવાયો

અંબાજી2 મહિનો પહેલા

દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા આજે દાતા તાલુકાના અંબાજી-હડાદ માર્ગ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંબાજી-હડાદ માર્ગ પર આવેલા ગના પીપડી ઠાલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી હદાડ માર્ગ પર થ્રેસર મશીન પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું, જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં થ્રેસર મશીનમાં એક વ્યક્તિ ફસાયો હતો. તો ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

એકનું મોત નીપજ્યું, બેને ઈજાઓ પહોંચી
ગના પીપડી હાઇવે માર્ગ પર થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, તો બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઈમરજન્સી સેવા 108ને જાણ કરાતાં 108 ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ અંબાજી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં હડાદ પોલીસને પણ અકસ્માતની જાણ થતાં હડાદ પોલીસ ઘટના સ્થળે આવી પહુચી હતી. જેમણે અકસ્માતની વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...