માઁ અંબાના ધામે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર:મેળાના બીજા દિવસે અંબાજી મંદિરમાં આશરે 2 લાખ ભક્તોએ દર્શન કર્યા; 104 દિવ્યાંગો-અશક્તોને દર્શન કરાવવાની સુવિધા પૂરી પડાઈ

અંબાજી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના મુખ્ય સચિવે મેળામાં દર્શનાર્થીઓ માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ

શક્તિપીઠ અંબાજીમાં મહામેળો શરૂ થતાં આજે મંગળવારે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ધામ પહોંચ્યા હતા. તો બોલ મારી અંબેના નાદથી માંનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે ભાદરવી મેળાના બીજા દિવસે એટલે કે આજે અંબાજી મંદિરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં અંદાજીત 1 લાખ 98 હજાર 540 માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. સાથે અંબાજી માતાજીના પ્રસાદના 2 લાખ 61 હજાર 232 પેકેટનું વિતરણ થયું હતું. તો અંબાજી મંદિરમાં ફરાળી ચિક્કીના 2872 પેકેટનું વિતરણ થયું હતું. તો અંબાજી મંદિરમાં આવેલી દાનની આવક 18 લાખ 54 હજાર 308 રૂપિયા થઈ હતી.

104 દિવ્યાંગો-અશક્તોને માતાજીના દર્શન કરાવવાની સુવિધા પૂરી પડાઈ
વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇ ભક્તો પ્રત્યે વહીવટી તંત્રે સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વહીલચેર અને ઇ રિક્ષાની સુવિધા રાખવામાં આવી છે. જે અંતર્ગત મેળાના પ્રથમ દિવસે 104 દિવ્યાંગો, અશકતો અને વૃદ્ધોને ઈ રીક્ષા અને વ્હીલચેર મારફતે માતાજીના દર્શન કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્તોએ વહીવટીતંત્રની સંવેદનાને સરાહી તેમની કામગીરીને બિરદાવી હતી.

રાજ્યના મુખ્ય સચિવે વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ
​​​​​​​રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે અંબાજી ખાતે મેળામાં દર્શનાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું. મુખ્ય સચિવે ઉચ્ચ અધિકારીઓ સાથે યાત્રિકો માટે બનાવવામાં આવેલ આરામના આશ્રય સ્થાનો, મેળાની પાર્કિંગ વ્યવસ્થા તથા આ વર્ષે મેળામાં પ્રથમ વખત ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરવામાં આવી છે તેની જાત મુલાકાત લઇ આ વ્યવસ્થાઓ અંગે લોકોને માહિતગાર કરી તેનો વધુમાં વધુ દર્શનાર્થીઓ લાભ લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...