અંબાજીમાં ભાદરવી મેળો જામ્યો:બીજા દિવસે1.98 લાખ ભક્તોએ મા અંબાનાં ચરણ પખાળ્યાં

અંબાજી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસમાં 3.90 લાખ માઈભક્તોએ માં અંબાનંા આશીર્વાદ ગ્રહણ કરી ધન્ય બન્યા
 • દર્શનનો સમય વધારવા સાથે પદયાત્રિકો, વૃદ્ધો, વિકલાંગો સહિત માંડવીવાળા યાત્રિકોની અલાયદી દર્શન વ્યવસ્થા

યાત્રાધામ અંબાજી ભાદરવી મેળાના બીજા દિવસે અંબાજીના માર્ગે શ્રદ્ધાનુ કીડિયારું ઉભરાયેલું જોવા મળી રહ્યું છે. ભક્તોના નીજ અંબાજી ધામ તરફના પ્રવાહને લઇ બે દિવસમાં 3,90,760માઈ ભક્તો મંગળવારે 1,98,540 શ્રધ્ધાળુઓએ માં ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ધીરેધીરે અંબાજીમાં ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે.અંબાજી ભાદરવી મહાકુંભના બીજા દિવસે અંબાજી ધામ સહીત અંબાજીને જોડતા માર્ગો હવે માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. જોકે,વહેલી સવારે અને સાંજ પછી પદ યાત્રિકોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે.

જ્યારે બપોરના સુમારે ગરમીના માહોલને લઇ માર્ગો પર યાત્રિકોની સંખ્યામાં ઓટ જોવા મળી હતી. જ્યાં અંબાજી ધામમાં દાંતા તરફનો અને હિંમતનગર તરફનો યાત્રિક પ્રવાહ એકત્રિત થવા સાથે વિવિધ માંડવી અને ધજા, પતાકાઓ અને બોલ માંડી અંબે જય જય અંબેના નિનાદથી તીર્થધામ ગુંજી રહ્યું છે.

વહીવટીતંત્ર દ્વારા પણ માર્ગો પર વિસામા, આરોગ્ય અને કેમ્પો દ્વારા ચા, પાણી, નાસ્તા, ભોજન સહીતની સુવ્યવસ્થાને લઇ યાત્રિકો સુવિધા યુક્ત યાત્રા કરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા માતાજીના દર્શનનો સમય વધારવા સાથે પદયાત્રિકો, વૃદ્ધો, વિકલાંગો સહીત માંડવી વાળા યાત્રિકોની અલાયદી દર્શન વ્યવસ્થા સાથે માઈ ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં પણ માતાજીના દર્શન કરવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.અંબાજી ધામ ભક્તિમય બન્યું છે.

ગર્ભગૃહમાં પહોંચતા જાણે થાક દૂર થઈ ગયો હોય એમ માતાજીના નાદ ગુંજી ઊઠ્યા
યાત્રાધામ અંબાજી ભાદરવી મેળામાં દુનિયાના ખૂણે ખૂણેથી આવી રહેલા પદયાત્રીઓ અરવિલ્લીની ગીરિકદ રાઓ અને છેલ્લે ત્રિશુંલિયો ઘાટ ચડી થાકીને લોથપોથ થઈ જાય છે. જોકે મંદિરમાં માના ગર્ભગૃહમાં પહોંચતા જાણે થાક દૂર થઈ ગયો હોય એમ માતાજીના નાદથી વાતાવરણ ગુંજવી દે છે.

તડકાને લઈ માના રથડા સાથે કેસરી છત્રીઓનો સંઘ આકર્ષણનુ કેન્દ્ર બન્યો
મેળાના બીજા દિને સવારે વિવિધ ધ્વજા પતાકાઓ સાથે શ્રદ્ધાળુઓ નુ કીડિયારું અંબાજી માં ઉભરાયેલું જોવા મળ્યું હતું. ત્યારે ભાદરવાના તડકાને લઇ માના રથડા સાથે કેસરી છત્રીઓનો સંઘ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો.

મેળાની સાથે સાથે

 • 1,98,540 યાત્રિકોએ દર્શન કર્યા
 • યાત્રિકો : 1,98,540
 • ભોજન પ્રસાદ : 24,176
 • પ્રસાદ પેકેટ : 2,61,232
 • ચીકી પ્રસાદ : 2972
 • ભંડાર સહિત આવક : 6,302,512
 • બસમાં મુસાફરી : 57,565
 • બસની ટ્રીપ : 868
 • એસ. એમ. એસ.: 98,049
 • ઉડન ખટોલા યાત્રાળુ : 5066
 • ધ્વજારોહણ : 410
 • સારવાર લીધેલ દર્દીઓ : 21,818
 • વિનામૂલ્યે બસ મુસાફરી : 416
અન્ય સમાચારો પણ છે...