માં અંબાના ધામે ભક્તોનો ધસારો:ભાદરવી મહામેળાના ચોથા દિવસે અંબાજીમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર; આજે 3,20,203 માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શક્તિપીઠ અંબાજીમાં મહામેળો શરૂ થતાં આજે ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ધામ પહોંચ્યા હતા. "તો બોલ મારી અંબે"ના નાદથી માંનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. માં અંબાનો આશીર્વાદ મેળવ્યા બાદ સુખકારી જીવનની કામના કરી હતી. અંબાજી નગરી ચારે બાજુ ભાવિ ભક્તોથી ઉમટી રહી છે. માઇભક્તો પોતાના સંધ સાથે પગપાળા ચાલતા અંબાજી આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં આજે માતાજીના ધામે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

આજે ભાદરવી મેળાના બીજા દિવસે તારીખ 08-09-22ના અંબાજી મંદિરમાં બપોરે 3 કલાક સુધીમાં અંદાજીત 3,20,203 માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. તો અત્યાર સુધી મહામેળા દરમ્યાન કુલ 14,22,180 યાત્રાળુઓ માં અંબાના ચરણે પહોંચ્યાં છે. સાથે માતાજીના પ્રસાદના 2,33,000 પેકેટનું વિતરણ થયું હતું. તો અંબાજી મંદિરમાં ફરાળી ચિક્કીના 6,050 પેકેટના વિતરણ થયા હતા. તો અંબાજી મંદિરમાં આવેલું દાન 24,86,576 રૂપિયા થયું હતું. શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન માટે માઇભક્તોનો અવિરત પ્રવાહ નિરંતર જોવા મળી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...