વિધાર્થી સ્કિલ ડેવલોપમેન્ટ:અંબાજીની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો; વાલીઓએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા

અંબાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજીની ભવાની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા. અંબાજીની ભવાની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 12 સુધીના વિધાર્થીઓ દ્વારા સાયન્સ અને ભૂગોળ પર આધારિત વિવિધ પ્રકારના પ્રોજેક્ટો સામાન્ય વસ્તુઓથી બનાવી તૈયાર કર્યા હતા.

વાલીઓએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા
ભવાની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે સ્કૂલના શિક્ષકો દ્વારા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 355 જેટલા વિધાર્થીઓએ વિવિધ પ્રકારના પ્રોજેક્ટો બનાવી સ્વૈચ્છિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ભવાની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા બનાવેલા પ્રોજેક્ટોને જોવા આવેલા વાલીઓએ વખાણ કરી આ પ્રકારની એક્ટિવિટી કરાવતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...