હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગત જનની અંબાના મંદિરે પહોંચ્યા હતા. ભારે સંખ્યામાં લોકોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. અંબાજી મંદિરમાં વિશેષ પ્રકારે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા ભક્તો ઉપર ફૂલોની વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારે અંબાજી દર્શન કરવા આવેલા ભક્તો પણ હોળીના રંગમાં રંગાતા જોવા મળ્યા હતા.
મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં પણ આવ્યું
મંદિરના મહારાજ દ્વારા અલગ-અલગ કલરના સૂકા રંગ ભક્તો પર છાંટવામાં આવ્યા હતા. હોળી પર્વમાં અંબાના મંદિરમાં ફૂલોથી ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં પણ આવ્યું હતું. મંદિરમાં ફૂલોની હોળી મનાવી મંદિરના ભટજી મહારાજ દ્વારા દરેક લોકોને હોળીની શુભકામના પાઠવવામાં આવી હતી.
માતાજીના મંદિરમાં હોળીની મહિમા
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હોળીના દિવસે માતાજીને બાલ ભોગની જગ્યાએ ખજૂરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. બપોરે જે રાજભોગ ધરાવવામાં આવતો હોય છે તેની જગ્યાએ વઘારેલી ધાણી ધરાવવામાં આવે છે. બપોરે રાજભોગની જગ્યાએ સાંજે આરતી વખતે રાજભોગ ધરાવવામાં આવતો હોય છે કારણ કે માતાજીને પણ વ્રત કરાવવામાં આવતું હોય છે. આ મંદિર ની જૂની પરંપરા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.