હિટ એન્ડ રન:દાંતા નજીક આવેલા પેથાપુર પાટિયા પાસે વાહન ચાલક ટક્કર મારી ઘટના સ્થળેથી થયો ફરાર, યુવકનું ઘટના સ્થળે મોત

અંબાજી20 દિવસ પહેલા

દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા આજે રાત્રિ દરમિયાન દાંતા નજીક આવેલા પેથાપુર પાટીયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા નજીક આવેલા પેથાપુર પાટીયા પાસે આજે રાત્રે દરમિયાન એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ત્યારે રાહદારી યુવકને અજાણ્યો વાહન ચાલક દ્વારા ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. દાંતા નજીક આવેલા પેથાપુર પાટીયા સર્જાયેલા અકસ્માતમાં યુવકની ઘટના મોત નીપજ્યું હતું.

પેથાપુર પાટીયા પાસે અકસ્માતની ઘટનાની જાણ દાંતા પોલીસને થતા દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઘટનાની તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી. રોડ પર સ્ટેટ લાઈટ ના હોવાને કારણે અવર નવર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું હતું. તો દાંતા નજીક આવેલા પેથાપુર પાટે પાટીયા પાસે બનેલી હિટ એન્ડ રન ની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...