હત્યા કે આત્મહત્યા?:અંબાજીમાં એક ખંઢેર મકાનમાંથી ગળેફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે આગળની તપાસ હાથ ધરી

અંબાજી24 દિવસ પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. આજે અંબાજી ખાતે એક દુઃખદ ઘટના સામે આવી હતી. આજે એક શંકાસ્પદ ગલે ટૂંપો ખાધેલી લાસ મળતા તેમને જોવા માટે આજુ બાજુમાં રહેતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

અંબાજીના એક ખંડર મકાનમાંથી ગલે ટૂંકો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર અંબાજીમાં ચકચાર મચી પામી હતી. ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અંજાની લાશની ઉંમર આશરે 40થી 45 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો અંબાજી પોલીસ દ્વારા લાશની ઓળખ જાણ કરવાની કામગીરી ચાલુ કરતા લાશ અંબાજીની સ્થાનિક વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા યુવક સુરેશ મગનલાલ વનજારા નામનું સામે આવ્યું હતું. અંબાજી પોલીસ દ્વારા યુવકની લાશને પોસ્ટમોર્ટમ ખાતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...