મોહનથાળને લઇ રાજવી પરિવારે માનતા પૂર્ણ કરી:મોહનથાળનો પ્રસાદ પરત આવતા ભક્તોએ નાચતા-કૂદતા નિર્ણયને આવકાર્યો; મંદિરનાં શિખરે રાજવી પરિવારે ધ્વજા અર્પણ કરી

અંબાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ફરીથી મોહનથાળની સુવાસ પ્રશરાયી...ભટ્ટજી મહારાજની ગાદી પરથી વિતરણ શરૂ કરાયું છે. દાંતાનાં રાજવી પરિવાર દ્વારા મોહનથાળને લઇ માનતા પૂર્ણ કરવા અંબાજી મંદિર પહોંચ્યા. માતાજીના દર્શન કરી જગતજનનીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ત્યારબાદ રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિરના શિખરે ધજા અર્પણ કરી માનતા પૂર્ણ કરી.

મોહનથાળ એક એવુ નામ જે છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં હતું. જે પ્રસાદ આજરોજ અંબાજી મંદિરમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં અંબાના ચાચર ચોકમાં ઢોલ નગારા સાથે નાચીને આ પ્રસાદના આગમનને જાણે એક ઉત્સવની જેમ ઉજવી રહ્યાં છે. તો બીજી મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. મા જગદંબાના ચરણોમાં મોહનથાળનો પ્રસાદ ધરવામાં આવ્યો ત્યારે અંબાજી મંદિરમાં 'બોલ મારી અંબે જય જય અંબે' ના જયઘોસ સાંભળવા મળ્યા હતા અને ભક્તો નાચતા કુદતા મોહનથાળ ચાલુ થાવાના આ નિર્ણયને આવકારી મોહનથાળના પ્રસાદનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા હતા.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ દાંતાના રાજવી પરિવાર દ્વારા વાજતે-ગાજતે મોહનથાળની પ્રસાદી ધરાવી ધ્વજારોહણ કર્યું. મા અંબાના ચરણોમાં મોહનથાળ ચડાવી આજે રાજવી પરિવારે મા અંબાના મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો એમાં જોડાયા હતા એન્ડ વાજેતે ગાજતે અને મંદિરના ચાંચર ચોકમાં ગરબા રમીને હર્ષોલ્લાસથી મા અંબાના મોહનથાળને અંબાજી મંદિરમાં પરત સ્થાન મળતા ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...