અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદના હવે 19200 પેકેટ બચ્યા હતા જેમાંથી ગુરુવારે રાત સુધી 11000 પેકેટનું વિતરણ થયું હતુ હવે 8200 પેકેટનો જ સ્ટોક બચ્યો છે. જે શુક્રવારે સુધી ચાલશે.પ્રસાદ બનાવતી એજન્સીને નવો પ્રસાદ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો નથી.
પરિણામે શુક્રવાર બપોર પછી હવે ભક્તોને માતાજી ના પ્રસાદનો મોહનથાળ મળશે કે કેમ તે બાબતે આશંકાઓ સાથે આક્રોશ ઊભો થયો છે. ગુરુવારે પ્રસારિત થયેલા અખબારી અહેવાલોના પગલે રાજ્યભરમાં અંબાજીનો પ્રસાદ બંધ થશે કે કેમ તેને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં આક્રોશ થતા સરકારે હજુ સામે ચાલીને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
ભક્તોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની પ્રબળ આશંકા પ્રવર્તી
યાત્રાધામ અંબાજી મંદિર માં અંબા ના રાજભોગ સમાં મોહનથાળના પ્રસાદ અંગે સેકડો શ્રધ્ધાળુઓની અનેરી આસ્થા સમાયેલી છે. છેલ્લા ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈને સ્થાનિક પ્રજા સહિત મંદિર કર્મચારીઓ અને સેકડો માઈ ભક્તોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની પ્રબળ આશંકા પ્રવર્તી છે .
નવો પ્રસાદ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો નથી
જોકે આ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર દ્વારા મોહનથાળનો સ્ટોક પડ્યો હોવાનો પ્રતુત્તર આપવામાં આવ્યો છે .ત્યારે આ બાબતે ભોજનાલય ના મેનેજર પરેશભાઈ જોષીનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું છે કે છેલ્લે 27 ફેબ્રુઆરીના રોજ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો .ત્યાર પછી આજ સાંજ સુધી નવો પ્રસાદ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો નથી.
અંબાનો પ્રસાદ મોહનથાળ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ
એટલું જ નહીં ગુરુવારની સાજ સુધી માં 8200 પેકેટનો સ્ટોક પડ્યો છે .જે શુક્રવારની બપોર સુધી ચાલે તેમ છે .બીજી તરફ પ્રસાદ બનાવવાની પ્રક્રિયામાં ટ્રસ્ટ દ્વારા ઓર્ડર મળ્યા બાદ પ્રસાદ બનાવી ઠંડો થવા સાથે તેનું પેકિંગ કરી મંદિર સુધી પહોંચતા બે દિવસનો સમય લાગે છે ત્યારે શનિવારથી ભક્તોને આ અંબાનો પ્રસાદ મોહનથાળ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ કામગીરીમાં મોટા ભાગે આસપાસની ગરીબ મહિલાઓ જોતરાયેલી હોય
ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા અને તેનું પેકિંગ કરવાની કાર્યવાહી પર કથિત રોક લગાવવામાં આવી છે. આ કામગીરીમાં મોટા ભાગે અંબાજી અને તેની આસપાસની ગરીબ મહિલાઓ જોતરાયેલી હોય છે .જેના દ્વારા વર્ષોથી પોતાનું પેટિયું રળી રહી છે. હવે છેલ્લા ત્રણ દિવસથી ગરીબ મહિલાઓ પણ રોજી રોટી વિનાની બનતા ગરીબ પરિવારોમાં પણ નિરાશાની લાગણી પ્રવર્તી છે.
ભક્તોની લાગણી મોહનથાળનો પ્રસાદ બંધ ન થવો જોઈએ| પાલનપુર, ડીસા, વડગામના રહીશોએ મોહનથાળ બંધ ન કરવા પોતાના સૂચનો રજૂ કર્યા હતા..!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.