અંબાજીમાં મળતાં મોહનથાળના પ્રસાદનો અંત?:આજે મોહનથાળ પ્રસાદનો સ્ટોક પૂર્ણ, નવો સ્ટોક બનાવવાની કોઈપણ સૂચના નથી, પ્રસાદમાં ચીક્કીનું વિતરણ

અંબાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેની સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના દ્વારે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. ત્યારબાદ મા અંબાનો આશીર્વાદ મેળવી પ્રસાદ સવરૂપ મોહનથાળ જે વર્ષોથી અંબાજી મંદિરમાં પ્રસાદ રૂપે મળે છે. તેને સાથે લઈ જતા હોય છે અને મા નો આશીર્વાદ સમજી આ મોહનથાળનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પણ હાલમાં અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતો આવતો આ મોહનથાળનો મહાપ્રસાદ આજે બપોરે તેનો સ્ટોક પૂરો હોવાના લીધે બંધ કરી દેવાયો છે. તો પ્રસાદમાં ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

મા અંબાના ધામ અંબાજીની ઓળખ પણ મહાપ્રસાદ મોહનથાળ ધરાવે છે. અને તેનો સ્વાદ પણ વર્ષોથી માઇભક્તો અનુભવતા હોય છે. તો વર્ષોથી ચાલતો આવતો મહાપ્રસાદ મોહનથાળનો આજે અંત આવ્યો છે. મહાપ્રસાદ મોહનથાળનો સ્ટોક આજે બપોરે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે અને નવો સ્ટોક બનાવવાની કામગીરી કરાઈ નથી. જેથી મા અંબાના ધામે આવતા દરેક માઈભક્તો મા નો આશીર્વાદ સ્વરૂપ ગણાતો મોહનથાળ પ્રસાદ ન મળતા તેમની લાગણીને ઠેસ પહોંચી હતી. તો માઇભક્તો મોહનથાળ પ્રસાદને જે વર્ષોથી મા અંબાના મંદિરે મળતો હતો તેને ફરીથી શરૂ કરવાનું માગ કરી રહ્યા છે.

આજે વર્ષોથી ચાલતો આવતો મહાપ્રસાદ મોહનથાળનો સ્ટોક પરિપૂર્ણ થયા બાદ નવો સ્ટોક ન બનતા યાત્રાળુઓ જે મોહનથાળનો પ્રસાદ લેવા પ્રસાદ કેન્દ્ર પર આવ્યા હતા. ત્યારે તેમને મોહનથાળનો પ્રસાદ ન મળતા દર્શનાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તો સાથે સાથે વહીવટી તંત્ર અને મા જગતજનની અંબાથી પ્રાર્થના પણ કરી રહ્યા છે કે મા અંબાનો આશીર્વાદ સ્વરૂપ જે મોહનથાળ વર્ષોથી મળતો હતો અને મહાપ્રસાદ મોહનથાળને લઈ અમે ઘરે જઈ પરિવાર સાથે માં અંબાનો પ્રસાદ મોહનથાળ ગ્રહણ કરતા હતા અને એમના અંદર માતાજીનો આશીર્વાદ દેખાતો હતો. જે હવે મા અંબાના મંદિરે મોહનથાળનો પ્રસાદ ન મળતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી. અને તેઓએ મા અંબાજી પ્રાર્થના કરી હતી કે ફરી એકવાર મા નો આશીર્વાદ સ્વરૂપ ગણાતો મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય અને દેશભરથી આવતા દર્શનાર્થીઓ ફરીથી આ મોહનથાળ પ્રસાદનો સ્વાદ લઈ શકે અને સાથે લઈ જઈ શકે.

અન્ય સમાચારો પણ છે...