અંબાજી પોલીસની સરાહનીય કામગીરી:ગુમ થયેલા યુવાનને દિલ્હીથી શોધી કાઢ્યો; ગ્રામ જનોઓ તેમનો આભાર વ્યક્ત કર્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં રહેતા પુનાશંકર જગદીશ જોશીનો પુત્ર રોનક પુનાશંકર ઉંમર 20 વર્ષ જે અંબાજીથી ગત તા.26/12/2022ના રોજ ગુમ થયો હતો. ત્યારે પરિવાર દ્વારા અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા કોઈપણ ખબર ન આવતા પરિવારજનોએ અંબાજી પોલીસ સ્ટેશનમાં તા.27/12/2022ના રોજ તેના પુત્ર રોનક પુનાશંકરની ગુમ થવાની બાબતની જાહેરાત અંબાજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.

ગ્રામ વાસીઓ તેમનો આભાર વ્યક્ત કર્યો
અંબાજી પોલીસ સ્ટેશનમાં મળેલી માહિતી આધારે કે.ડી. રાજપુત, પો.વા.સ.ઈ., પાલનપુર નેત્રમ ટીમની ટિમો દ્વારા તેમજ ટેકનિકલ સોર્સથી ગુમ થયેલો યુવાન દિલ્હીમાં હોવાની ચોક્કસ તથા આધારભૂત માહિતી મળતા તે માહિતીના આધારે અંબાજી પોલીસ સબઇન્સ્પેક્ટર જી.જી. જાડેજા સાથે અંબાજી પોલીસ કોન્સ્ટેબલ ભાનુ દ્વારા દિલ્હી ખાતે ગુમ થયેલા યુવાનને શોધી કાઢી રોનકને પરત પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અંબાજી પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી બદલ અંબાજી ગ્રામ વાસીઓ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...