લુપ્ત કલાઓને જીવંત રાખવાનો પ્રયાસ:અંબાજીમાં સંસ્કાર ભારતીય દ્વારા મિલન ઉત્સવ યોજાયો; મંદિરમાં આનંદની સાથે ભક્તિમય માહોલ સર્જાયો

અંબાજી3 મહિનો પહેલા

અંબાજી મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં સાંસ્કૃતિક, ધાર્મિકથી લઈને તમામ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે. સંસ્કાર ભારતીય સાહિત્ય રંગમંચ અને લલિત કલાને સમર્પિત સંસ્થા છે. જ્યારે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા સાહિત્ય રંગમચ અને લલિત કલાઓને જે વિવિધ કલાઓ લુપ્ત થતી જઈ રહી છે, તે કલાઓને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા હોય છે.

ઉપસ્થિત યાત્રિકો પણ ગરબાના તાલે ઝુમી ઊઠ્યા
સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા અંબાજી મંદિર ચાચર ચોકમાં દીપાવલી પરિવાર મિલન ઉત્સવનું આયોજન કરાયું હતુ. આ દીપાવલી પરિવાર મિલન ઉત્સવમાં રંગમંચ સાહિત્ય અને લલિત કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં સંસ્કાર ભારતી સંસ્થાના સભ્યોની સાથે જ મંદિર ચાચર ચોકમાં ઉપસ્થિત યાત્રિકો પણ ગરબાના તાલે ઝુમી ઊઠ્યા હતા. તો અંબાજી મંદિરમાં સંસ્કાર ભારતીય દ્વારા દીપાવલી પરિવાર મિલન ઉત્સવથી અંબાજી મંદિરમાં આનંદની સાથે ભક્તિમય માહૌલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...