બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં હડાદ નજીક બામણોજના જિયો ટાવર નંબર (GJ-DNTA-ENB-6036) પરથી અજાણ્યા ઈસમો તારીખ 10/11/2022ના રોજ આર.આર.એસ પાવર જૂનો કેબલ વાયર આશરે 432 મીટર તથા જૂની સિંપરી કેબલ આશરે 120 મીટર તથા જૂના એસ.એમ.પી.એસી કંટ્રોલર પાવર ચોરી કરી લઈ ગયા હતા. જેની આશરે કિંમત 12 હજાર 300 માનવામાં આવી રહી છે.
કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે ફરિયાદ નોંધાવી
જે બાબતની જાણ જિયો કંપનીમાં જે-તે સમયે કરવામાં આવી હતી, ત્યારે કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજરને કોઈ કાર્યવાહી કરવા સૂચના આપી ન હતી. જ્યારે હવે કંપની દ્વારા આ અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધવા કંપનીના આસિસ્ટન્ટ મેનેજરને જાણ કરતાં હડાદ પોલીસ મથકે મોહમ્મદકલીમ મોહમદનજેર શેખ દ્વારા જિયો ટાવર પરથી આર.આર.એસ પાવર જૂના કેબલ વાયર આશરે 432 મીટર તથા જૂના સિંપરી કેબલ આશરે 120 મીટર તથા જૂના એસએમપી એસી કંટ્રોલર પાવર ચોરી થયા હોવાની હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.