વિશ્વ વિખ્યાત શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું માં અંબાનું ધામ એટલે અંબાજી. દેશ વિદેશથી લોકો માં જગત જનનીના દર્શન કરવા અંબાજી આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિરના આજુ બાજુને છોડી સમગ્ર અંબાજી ગંદકીથી ખદબદી ઉઠયું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ લાગણી જોવા મળી છે.
અંબાજી દરેક વિસ્તારોમાં ગંદકીની સ્થતિ ખુબજ વિકટ બની
હાલમાં અંબાજી ગ્રામ પંચાયતની કામગીરી વેયવટદારના હસ્તે છે. ઘણી વગત અંબાજીનાં સ્થાનિક લોકો દ્વારા અંબાજી ગ્રામ પંચાયતમાં મૌખિક અને લિખિત અરજીઓ અવારનવાર કરવામાં આવે છે. પરંતુ અંબાજી ગ્રામ પંચાયત કોઈપણ વાત ધ્યાને લેતી નથી. જેને લઇ યાત્રાધામ અંબાજી દરેક વિસ્તારોમાં ગંદકીની સ્થતિ ખુબજ વિકટ બની રહી છે. હાલમાં વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીના લીધે મોટો રોગચાળો ફાટે એવી સ્થતિ અંબાજીની બની ગઈ છે. અંબાજીના આંતરિક રહેણાંક વિસ્તારો લાંબા સમયથી ગંદકી અને ભરાવદાર ગટરોથી પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. પણ અંબાજી ગ્રામ પંચાયતના મુઢા પરથી માખી ઊડતી ના હોય તેવું દેખાઈ રહ્યું છે. અંબાજી ગ્રામ પંચાયતના વહિવટદાર અને કર્મચારીઓ યાત્રાધામ અંબાજીને સ્વચ્છ સુંદર અને નિર્મળ ક્યારે કરશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.