ભાદરવી મેળાની અસર:અંબાજીમાં ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ મા જગતજનનીનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. અંબાજીમાં માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો દરરોજ આવતા હોય છે. અંબાજીમાં આવનાર 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાર્થે આવશે. ભાદરવી મહામેળામાં માઇભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહિવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લેવા નાયબ વન સંરક્ષકશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...