નોકરીની તક:દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક-કમ-કુકની જગ્યાઓ ખાલી, 24 જાન્યુઆરી સુધી ઉમેદવારો કરી શકે છે અરજી

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પ્રથમ શૈક્ષણિક સત્ર માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર સંચાલક-કમ-કુકની જગ્યાઓ માટે હંગામી ધોરણ ભરતી કરવામાં આવશે. તેના માટે જરૂરી લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ મમલતદારની કચેરી દાંતા મધ્યાહન ભોજન યોજના શાખામાંથી મેળવી પૂરતી વિગતો ભરવાની રહેશે. અરજદારોએ પોતાની અરજી 24 જાન્યુઆરી 2023 સુધી ટપાલથી મામલતદારની કચેરી , દાંતામાં મોકલી આપવાની રહેશે. સંચાલક-કમ-કુક માટેની અરજી નિયત નમૂના સિવાયના તેમજ મુદત બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

2022-23ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે દાંતા તાલુકાના પીપળાવાળીવાવ-1ના કેન્દ્ર નં.133 મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

સંચાલક-કમ-કુકની જગ્યાઓ માટેની અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા આ મુજબ છે.
(1) જન્મ તારીખનો પુરાવો (એલ.સી.ની પ્રમાણિત નકલ)
(2) સારી ચાલ ચલગતનો પ્રતિષ્ઠીત આગેવાનનો દાખલો
(3) શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
(4) અનુભવના આધાર પુરાવા
(5) જાતિ અંગેનુ પ્રમાણપત્ર
(6) ઉમેદવારે પોતાના પર કોઈ ગુન્હો નોંધાયેલ ન હોવા અંગેનો પોલીસ સ્ટેશનનો અસલ દાખલો
(7) અરજી ફોર્મમાં એકરાર કર્યા અંગેના આધાર પુરાવા
(8) પરિણીત સ્ત્રી ઉમેદવારે લગ્ન કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ
(9) તંદુરસ્તી અંગેનું તાજેતરનું ડોક્ટરી પ્રમાણપત્ર

સંચાલક-કમ-કુકની જગ્યાઓ માટેની ઉમેદવારી માટેની જરૂરી લાયકાત અને અનુભવ આ પ્રમાણે છે.

(1) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 20 વર્ષ કરતા ઓછી નહીં હોવી જોઈએ.

(2) સંચાલક-કમ-કુક તરીકે શૈક્ષણિક લઘુત્તમ લાયકાત એસ.એસ.સી. પાસ હોવી જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-7 પાસ કરનાર વ્યક્તિને આ જગ્યાએ નિમાવામાં આવશે. એક કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને નિમણૂક આપવામાં આવશે.

(3) સંચાલક કમ કુક તરીકે ગામની વ્યકિત જ પસંદ કરવામાં આવશે. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો અન્ય નજીકના ગામમાંથી લાયકાત ધરાવનાર ઉમેદવારને પસંદ કરવામાં આવશે.

(4) ઉમેદવાર વ્યકિત તંદુરસ્ત હોવી જોઈએ અને કોઈપણ રોગથી પીડાતી ન હોવી જોઈએ તે મુજબનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

(5) મહિલા ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જેમાં વિધવા, ત્યકતા, નિરાધાર મહિલાઓ તથા અન્ય મહિલાઓ તેમજ નબળા વર્ગની વ્યકિતઓને તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.

(6) અરજદારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અરજી ફોર્મ પર લગાડવાનો રહેશે.

(7) કોઈ ગુનાહીત પ્રવૃતિ કરેલ હોય કે તેવી પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય અથવા કોઈ અક્ષમ્ય કસુરદાર હોય અને પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેવી વ્યકિત ઉમેદવારી કરી શક્શે નહી.

(8) ઉમેદવાર સ્થાનિક સંસ્થા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ચુંટાયેલા સભ્ય જેવો હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ તેમજ રાજય સરકાર કે કેન્દ્રસરકારના તાબાના જાહેર સાહસો હેઠળ પુરા કે ખંડ કાલીન સમયની કોઈપણ ફરજ બજાવતા ન હોવા જોઈએ ઉપરાંત નિવૃત, રૂખસદ કે બરતરફ કરેલ હોય કે પછી વકીલાત જેવા વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વ્યકિત આ જાહેરાત માટે ઉમેદવારી કરી શકશે નહિ.

(9) ઉમેદવાર ઘંટી દ્વારા અનાજ દળવાના, સસ્તા અનાજની દુકાન, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપારે જેવા ધંધા સાથે સંકળાયેલ હોવા જોઈએ નહી.

(10) અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતીઓ કરવા બદલ છૂટ કરેલ હોય તેવી વ્યકિતઓ ઉમેદવારી કરી શકશે નહી.

(11) નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદારશ્રીની કચેરી દાંતા ખાતેથી ઓફીસના ચાલુ દિવસ દરમિયન મેળવવાનું રહેશે.

(12) છુટા કરેલ સંચાલક કમ કુક છુટા કરવાના હુકમ સામે અપીલ કરે અને એપેલેટ કોર્ટ પુનઃસ્થાપિત કરવા હુકમ કરે તેવા સંજોગોમાં તે કેન્દ્ર ઉપર આપવામાં આવેલ નિમણૂંક કોઈપણ પ્રકારની જાણ કર્યાં સિવાય રદ કરવામાં આવશે.

પસંદ થયેલા ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાના ખર્ચે નિયત સ્થળે અને સમયે અસલ પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, દાંતા ખાતે પહોંચવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...