ઉત્તરાયણ પર્વની ઉજવણી:દાંતામાં રાષ્ટ્રીય સેવા યોજનાના નેતૃત્વ હેઠળ મકરસંક્રાંતિની ઉજવણી કરાઈ; વિદ્યાર્થીઓએ પતંગ ચગાવી મજા માણી

અંબાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સર ભવાનીસિંહ વિદ્યાલયમાં રાષ્ટ્રીય સેવા યોજના નામની પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ હેઠળ સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે દબદબાભેર પતંગ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશમાં આ પર્વ વિવિધ જગ્યાએ અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારતમાં ખીચડી પર્વ , દક્ષિણ ભારતમાં પોંગલ અને મધ્ય ભારતમાં ઉતરાયણ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દાનનો પણ અનેરો મહિમા છે. લોકો ગાય માતાને ઘાસ ખવડાવે છે.

કોરોના કાળના સમય બાદ બાળકોમાં ધાર્મિક તહેવાર પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી એનએસએસના પ્રોગ્રામ ઓફિસર જયેશભાઈ ચૌધરી અને રાજેશગીરી અપારનાથીના નેતૃત્વ હેઠળ શાળામાં તમામ વિદ્યાર્થીઓને પતંગ આપી ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉતરાયણની ઉજવણી કરતા કરતા અમૂલ પક્ષીઓની જીવહત્યા ન થાય તેનું પણ ધ્યાન રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. છેલ્લે શાળા પરિવાર દ્વારા બાળકોને ભોજન પણ આપવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના આચાર્ય અને સુપરવાઈઝરે NSSના બંને પ્રોગ્રામ ઓફિસરો તથા શાળાના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...