ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો:દાંતા બેઠક પર AAPમાંથી મહેન્દ્ર બુમ્બડિયાએ ઉમેદવારી નોંધાવી; મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા

અંબાજી2 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તો હવે વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરતા આજે દાતા વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવાર પહોંચ્યા હતા. આજે દાતા 10 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર બુમ્બડિયા ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી ખાતે પહુચ્યા હતા.

મહેન્દ્ર બુમ્બડિયાએ ઉમેદવારી નોંધાવી
ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જાહેર જનસભા કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો આજે આપ પાર્ટીના ઉમેદવારે જીતના વિશ્વાસ સાથે સમર્થકોએ જય ઘોષના નારા લગાવ્યા હતા. ગુજરાતમાં વિભાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રી થતા દાંતા 10 વિભાનસભા માટે એમ.કે.બુમ્બડિયા જે નિવર્ત dy. sp તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપતા આજે દાંતા 10 વિભાનસભા માટે મહેન્દ્ર બુમ્બડિયા દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...