"બોલ મારી અંબે, જય જય અંબે":ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ; અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓથી ધમધમ્યા; 25 લાખ શ્રદ્ધાળુ દર્શનાર્થે આવવાની શક્યતા

અંબાજી3 મહિનો પહેલા

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર માઁ જગતજનની અંબાનું ધામ જગવિખ્યાત છે. મા અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે સોમવારથી જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા માઁ અંબાના દર્શનાર્થે અંબાજી આવશે.

ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત કરવામાં આવી.
ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત કરવામાં આવી.

ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત
આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત થઈ છે. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીના રથને કલેક્ટર આનંદ પટેલના હસ્તે ખેંચી મેળાની શરૂઆત કરાઈ હતી. મા અંબાની આરતી અને પૂજા સાથે નારિયેળ વધેરી ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ મહામેળાના શુભારંભે હાજર રહ્યા હતા.

માતાજીના રથને ખેંચી મેળાને ખુલ્લો મુકાયો.
માતાજીના રથને ખેંચી મેળાને ખુલ્લો મુકાયો.

અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો
શક્તિ-ભક્તિ અને સેવાના સંગમ સમા શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારની આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવાયું હતું. પ્રથમવાર આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવીને આજે વહીવટી તંત્ર દ્વારા ભાદરવીના મહામેળાને ખુલ્લો મુકાયો છે.

25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની તંત્રને આશા
ગુજરાતભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની વહીવટી તંત્રને આશા છે. ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષિતતા માટે વહીવટી તંત્રે પણ તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે અને આ પ્રવાહને લઈને સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો છે.

મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે એવી શક્યતા.
મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે એવી શક્યતા.
અન્ય સમાચારો પણ છે...