અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા:ભાદરવી પૂનમનો મહામેળો મધ્યાહ્ને; આજે સવાર સુધીમાં કુલ 12 લાખ કરતા વધુ માઇભક્તોએ માઁના ચરણે શીશ ઝૂકાવ્યું

અંબાજી21 દિવસ પહેલા

ભાદરવી પૂનમનો મહામેળો હવે જામ્યો છે. લાખો પદયાત્રીઓ પદયાત્રા કરીને માં અંબાના ચરણોમાં શીશ નમાવે છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ચાચર ચોક પણ ગુંજી ઊઠ્યો છે. ત્યારે પોલીસે પણ ડ્રોન દ્વારા યાત્રીઓની સુરક્ષાને લઈને બાજ નજર રાખી છે. આજે ગુરૂવારે સવાર સુધીમાં 12 લાખથી વધુ માઇભકતોએ માં અંબાનાં ચરણે શીશ નમાવ્યું છે.

અંબાજી જતા તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા
ભાદરવી પૂનમના મહા મેળામાં માઁ અંબાના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે. ત્રણ દિવસમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માઁ અંબાના દર્શન કર્યા છે. તો આજે સવાર સુધીમાં 12 લાખથી વધુ માઇભક્તોએ માઁ અંબાના ચરણે શીશ ઝૂકાવ્યું છે. ત્યારે અંબાજી જતા તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજી તરફ વધ્યો છે. જો કે લાખો પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ પણ ડ્રોન દ્વારા અંબાજી મંદિર સહીત અંબાજી આવતા તમામ માર્ગો પર બાજ નજર રાખી રહી છે. પદયાત્રીઓની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને પદયાત્રા સુરક્ષિત રહે તે હેતુથી ડ્રોનથી પણ પોલીસની નજર છે.

અન્ય સમાચારો પણ છે...