કપડવંજના ધારાસભ્ય પહોંચ્યા અંબાજી:મા અંબાના ચરણે શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો; ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી

અંબાજીએક મહિનો પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. તો મા અંબાનું ધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા અંબાના ચરણને હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવતા હોય છે. મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે.

ગુજરાતના કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા આજે અંબાજી પહોંચ્યા હતા. રાજેશ ઝાલા આજે અંબાજીમાં માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા મા જગતજનની અંબાના નીજ મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. મા અંબાના મંદિરે ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. માતાજીના દર્શન કર્યા બાદ ધારાસભ્ય રાજેશ ઝાલા માતાજીની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યો હતો. સાથે સાથે કપડવંજના ધારાસભ્ય મા જગતજનની અંબાથી ગુજરાતની પ્રગતિ અને જનતા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે અંબાજી મંદિરમાં અંબિકેશ્વર મહાદેવની પૂજા કરી હતી. તો અંબિકેશ્વર મહાદેવ પર જલા અભિષેક કરી આશીર્વાદ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...