લમ્પીનો કહેર:બનાસકાંઠા વિસ્તારમાં લમ્પી વાયરસના કેસોમાં વધારો, અંબાજી ખાતે રસીકરણની કામગીરી હાથ ધરાઈ

અંબાજી6 દિવસ પહેલા
  • લમ્પી વાયરસ રસીકરણ અભિયાન અંબાજી ખાતે યોજાયો

લમ્પી વાયરસના કહે થી ગાયો મોટી સંખ્યામાં મત્યું પામી છે. રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે . શ્રી ગૌરી ગૌશાળા દ્વારા ગાયોની દેખભાલ અને બીમાર ગાયોના ઈલાજ કરાવવાની કામગીરી ખુબ જ સરાહનીય છે. હાલમાં પશુઓમાં ચાલતો જીવલેણ લમ્પી વાયરસ રોગની રસીકરણ અભિયાન અંતર્ગત અંબાજી ખાતે ગૌ સેવક એસ.કે.ડાભી અને પશુધન નિરીક્ષક ડી.એન.ડાભી, અભાપુરા દ્વારા અંબાજી ખાતે ચાલતા બિમાર, ઈજાગ્રસ્ત, અપંગ એવી ગાયોની સારવાર અને દેખરેખ કરતાં ગૌરી ગૌશાળા સેવા કેન્દ્રમાં ગૌસેવક ગોવિંદસિંહ બી. સિકરવાર અને સેવા કેન્દ્રનાં ચિકિત્સક ગૌતમભાઇ માળીની હયાતીમાં સેવા કેંદ્રની નાની-મોટી તમામ ગાયોને લમ્પી વાયરસની રસી આપવામાં આવી છે. આજે અંબાજીમાં યોજનાર લમ્પી વાયરસ રસીકરણ અભિયાનથી ગૌસેવકો સાથે સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...