મોરબી હોનારતથી અંબાજીમાં શોકની લહેર:ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી; કેન્ડલ સળગાવી ભીની આંખે વેદના પ્રગટ કરી

અંબાજીએક મહિનો પહેલા

મોરબીમાં જે હોનારત થઈ તેમાં કોઈનું પણ દિલ દહેલાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તુટવાના લીધે 134 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધારે બાળકો અને મહિલાઓ હતી. મોરબીની આ દુર્ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. અંબાજીમાં પણ લોકોએ મોરબીમાં બનેલી અનહોનીને લઇને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ કેન્ડલ સળગાવી ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

લોકોએ ભીની આંખે પોતાની વેદના પ્રગટ કરી
હાલમાં મોરબીમાં માતમ છવાયો છે, મોરબીનો ઝૂલતો પુલ વગર ફિટનેસ સર્ટીફિકેટે ચાલુ કરી દેવાયો હતો. તો ક્ષમતાથી ચાર ગણા વધારે લોકોને જવાની પરમિશન આપી દેવાના કારણે મોટી અનહોની ઘટી હતી. મોરબીની આ દુઃખદ ઘટનાના કારણે સમગ્ર દેશ દોષીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. આજે અંબાજી ભાજપના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોની સાથે સ્થાનિક લોકોએ મોરબીની ઘટનાને લઇને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તો મૃત્યુ પામેલા લોકોની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિમાં લોકોએ પોતાના હાથમાં કેન્ડલ લઈ ખોડીયાર ચોક પાસે આવેલા મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સાથે ભીની આંખોથી વેદના પ્રકટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...