દારૂ ભરેલી બે ગાડી ઝડપાઈ:દાંતામાં દારૂનો જથ્થો સાયબર ક્રાઇમ ભુજ સરહદી વિભાગે પકડી પાડ્યો; તમામ મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

અંબાજી3 મહિનો પહેલા

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાયબર ક્રાઇમ સરહદી ભુજ વિભાગને મોટી સફળતા મળી છે. એક સાથે બે દારૂ ભરેલી ગાડીઓ પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

શંકાસ્પદ કાર જણાતા રોકીને પુછતાછ કરી
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સાથે બે ગાડીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાયબર ક્રાઇમ ભુજ સરહદી વિભાગે પકડી પાડ્યો હતો. પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અંબાજી તરફથી દાંતા તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ગાડીઓ આવવાની છે. જે બાતમીના આધારે ત્રિશૂળીયાઘાટ નજીક એક સાથે બે સિફ્ટ કાર આવતા બંને સિફ્ટ કાર શંકાસ્પદ અને બાતમી વાળી હતી. બંને ગાડીઓને રોકાવતા એક ગાડી નંબર જીજે 02 DM 6207 નંબરની કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ કુલ 1007 બોટલ જેની કિંમત રૂ.1,39,420 સાથેજ એક મોબાઇલ અને એક કારની કિંમત કુલ 5,42,420 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી
જ્યારે બીજી સફેદ કલરની કાર જે નંબર પ્લેટ વગરની હોય તેની પણ અંગ જળથી તપાસ કરતા તે કારમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની કુલ 1065 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ.2,12,475 રૂપિયા છે. આ સાથે જ 1 ગાડી અને 1 મોબાઇલ એમ કુલ 5,17,475 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...