માઁના મંદિરે વિશાળ ધજા લહેરાઈ:લીમખેડાનો સંઘ 300 કિમીની પદયાત્રા કરી અંબાજી પહોંચ્યો; બે વર્ષ બાદ મેળો શરૂ થયાની ખુશીમાં 511 ગજની ધજા ચડાવી

અંબાજી23 દિવસ પહેલા

અંબાજી ભાદરવી પૂનમનો મિનીકુંભ ભરાયો છે. લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ પગપાળા ચાલી રહ્યાં છે. ત્યારે આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના લીમખેડાનો સંઘ છેલ્લા 31 વર્ષથી 300 કિ.મીની પદયાત્રા કરીને અંબાજી આવે છે. વૈશ્વિક મહામારી કોરોનાના લીધે બે વર્ષના વિરામ બાદ મેળો શરૂ થયાની ખુશીમાં આ વર્ષે આ સંઘ દ્વારા પહેલીવાર 511 ગજની ધજા માઁને અર્પણ કરી માતાજીને તમામ લોકોની સુખ, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દાહોદના લીમખેડાથી 100 જેટલા માઇભક્તો સંઘમાં ધજા સાથે આવીને માતાજીના મંદિર શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.

ભક્તોએ મંદિર શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર માં જગતજનની અંબાનું ધામ જગ વિખ્યાત છે. માં અંબાના દર્શનાર્થે દર રોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજી મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા માઁ અંબાના દર્શનાર્થે અંબાજી આવી રહ્યા છે. તો અંબાજી નગરી માઇભક્તોથી ઉભરાઈ રહી છે. સાથે જય અંબેના નાદ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...