આજે 10 કલાક લાઈટ બંધ:અંબાજીમાં વીજ મેન્ટેનન્સને લઈ આજે સવારે 8થી સાંજે 6 વાગે સુધી લાઈટો બંધ રહશે

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજી ખાતે આવનાર 5 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યોજનાર ભાદરવી મહામેલો યોજાશે. આ ભાદરવી મહા મેલા માં લાખો ની સંખ્યા માં ભક્તો અંબાજી આવતા હોય છે સાથે અંબાજી આવતા તમામ રોડ રસ્તાઓ પર વિવિધ પ્રકાર ની સુવિધાઓ ઉભી કરવા માં આવતી હોય છે.અંબાજી ભાદરવી મેલા માટે વિવિધ વિભાગો દ્વારા પૂર્વ તૈયારીઓ શુરું કરી દેવામાં આવી છે જેથી ભાદરવી મેલા દરમ્યાન કોઈ અસુવિધાઓ ના થાય.જેને લઈ તમામ વિભાગો એકશન મોડમાં છે.

અંબાજી ભાદરવી પૂનમ ને લઈ આજે અંબાજી ખાતે વીજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ છે જેને લઇ લઈટો સવારે 8 વાગે થી સાંજે 6 વાગ્યા સુધી લાઈટો બંધ રહશે.

આગામી ભાદરવી પૂનમ મેળાને લઇ વીજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સિઝન અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન કોઈ બનાવ ન બને તેને લઈ તકેદારી લેવાઈ છે. અંબાજી માં વીજ વિભાગ દ્વારા આજે વીજ મેન્ટેનેન્સ ની કામગીરી ને લઈ અંબાજી વિસ્તારમાં વહેલી સવારથી સાંજ સુધી લાઈટો બંધ રહશે. UGVCLના કર્મચારીઓ થાંભલા ઉપર ચડી મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયા છે.

અનેક સ્થળો પર UGVCLના કર્મચારીઓ કરી રહ્યા છે સુંદર કામગીરી કરી રયા છે. ભાદરવી પૂનમ અને ચોમાસાની સિઝન પહેલા આ મેન્ટેનન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનાર ભાદરવી પૂનમ ના મહામેલો ને સાર્થક અને સફળ બનાવા માટે વૈયવટી તંત્ર સાથે બનાસકાંઠા જિલ્લા ના તમામ વિભાગો એકશન મોડ માં છે.

અન્ય સમાચારો પણ છે...