અંબાજીમાં ભાદરવી મેળાની તૈયારીઓ:દાંતામાં વીજ મેન્ટેનન્સને લઈ સાંજે 6 વાગે સુધી લાઈટો બંધ; 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મેળો યોજાશે

અંબાજી4 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજી ખાતે આવનાર 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહામેળો યોજાશે. આ ભાદરવી મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી આવતા હોય છે સાથે અંબાજી આવતા તમામ રોડ રસ્તાઓ પર વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. અંબાજી ભાદરવી મેળા માટે વિવિધ વિભાગો દ્વારા પૂર્વ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેથી ભાદરવી મેળા દરમિયાન કોઈ અસુવિધાઓ ના થાય.

ચોમાસાની સિઝન અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન કોઈ બનાવ ન બને તેને લઈ તકેદારી લેવાઈ છે. દાંતા તાલુકાનું વડુ મથક દાંતા અને દાંતા વિસ્તારમાં વહેલી સવારથી સાંજ સુધી રહેશે લાઇટ બંધ રહેશે. UGVCLના કર્મચારીઓ થાંભલા ઉપર ચઢી મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયા છે.

અન્ય સમાચારો પણ છે...