ભાદરવી પૂનમનો મહામેળો:અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા, જય જય અંબેના નાદથી 'ગોલ્ડન ટેમ્પલ' ગુંજી ઊઠ્યું, તમે પણ કરી લો માતાજીનાં વર્ચ્યુઅલ દર્શન

અંબાજી18 દિવસ પહેલા

અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજના દિવસે મા અંબાના મંદિરે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા કરી પવિત્ર ભાદરવી પૂનમે માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. આજે ભાદરવી પૂનમના દિવસે મંગળા આરતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને લઈને અંબાજીમાં આજે ભાદરવી પૂનમની મંગળા આરતી વહેલી સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરવામાં આવતી હોય છે.

અંબાજીમાં જામી ભક્તોની ભીડ.
અંબાજીમાં જામી ભક્તોની ભીડ.

વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી
અંબાજીમાં ભાદરવી પૂનમની મંગળા આરતી માટે હજારોની સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા હતા. ભક્તો શ્રદ્ધાભાવ સાથે મંગળા આરતીમાં જોડાઈ મા અંબાનાં દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમ માટે લાખોની સંખ્યામાં માઇભક્તો માનાં દર્શનાથે આવે છે, જેને લીધે અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો વધી જતો હોય છે. તમામ દર્શનાર્થીઓને મા જગત જનનીનાં દર્શન સરળતાથી થઈ શકે એ માટે ભાદરવી પૂનમની મંગળા આરતી સવારે 5 વાગ્યે કરવામાં આવે છે.

ભાદરવી પૂનમની મહાઆરતીમાં લીન થયા માઇભક્તો.
ભાદરવી પૂનમની મહાઆરતીમાં લીન થયા માઇભક્તો.

આજના દિવસે માતાજીને ધરાવવામાં આવશે રાજભોગ
આજે ભાદરવી પૂનમમાં માતાજીનો મહાલક્ષ્મી સ્વરૂપ હોય છે. સવારે માતાજીને શીરો ધરાવવામાં આવે છે, તો બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. માતાજીનાં દિવ્ય દર્શન કરવાથી તમામ મનોકામના પરિપૂર્ણ થતી હોય છે. યાત્રાળુઓ મા અંબાની મંગળા આરતીમાં વહેલી સવારથી જોડાઈ જગત જનનીના આશીર્વાદ સાથે મંગળા આરતીનો લાભ લીધો હતો.

વહેલી સવારે 5 વાગ્યે કરાઈ મંગળા આરતી.
વહેલી સવારે 5 વાગ્યે કરાઈ મંગળા આરતી.

પોલીસ જવાનો પણ હર્ષોલ્લાસ સાથે ફરજ નિભાવી રહ્યા છે
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો ભક્તો માનાં દર્શનાથે આવવાના હોવાથી પોલીસ તંત્ર પણ સુરક્ષાને લઈ સજ્જ જોવા મળી રહ્યું છે. પોલીસ જવાનો ભક્તોમાં ઉત્સાહ વધારતા હોય એવાં દૃશ્યો મંદિર પરિસરમાં જોવા મળી રહ્યાં છે.

ભક્તોએ 52 ગજની ધજા માને ચડાવી.
ભક્તોએ 52 ગજની ધજા માને ચડાવી.
માતાજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે માઈભક્તો
માતાજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે માઈભક્તો
'બોલ મારી અંબે...જય જય અંબે'ના નાદથી ગુંજી ઊઠ્યું મંદિર.
'બોલ મારી અંબે...જય જય અંબે'ના નાદથી ગુંજી ઊઠ્યું મંદિર.

અન્ય સમાચારો પણ છે...