ભાદરવી પુનમ મહામેળો 2022:જાણો અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમય

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-9 (નોમ) તા.5 સપ્ટેમ્બરથી ભાદરવા સુદ-15 (પુનમ) તા.10 સપ્ટેમ્બર​​​​​​​​​​​​​​ સુધી ભાદરવી પુનમ મહામેળો-2022 અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

તા.૦૫/૦૯/૨૦૨૨થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ દરમ્યાન અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે ૦૫:૦૦ થી ૦૫:૩૦, દર્શન સવારે ૦૫:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૭:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૪:૦૦ રહેશે. તા.૧૧/૦૯/૨૦૨૨ થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

અન્ય સમાચારો પણ છે...