ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર:વડગામ અને દિયોદર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થતાં મણી વાઘેલા અને કેશાજી ચૌહાણે માઁ અંબાના દર્શન કર્યાં

અંબાજી21 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં વડગામ વિધાનસભા બેઠક પર મણીભાઈ વાઘેલાનું નામ જાહેર થયા બાદ આજે મણિભાઈ વાઘેલા અંબાજી પહોંચ્યા હતા અને માઁ અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા હતાં.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાને લઈ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે વડગામ વિધાનસભાના ઉમેદવાર મણીભાઈ વાઘેલાનું નામ જાહેર થતાં મણીભાઈ વાઘેલા અંબાજી પહોંચ્યાં હતાં. માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. તો સાથે સાથે તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને જગત જનની અંબા પાસે વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવવા આશીર્વાદ માંગ્યા હતાં.

વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપમાંથી દિયોદર વિધાનસભાના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણનું નામ જાહેર થતા આજે કેશાજી ચૌહાણ અંબાજી ખાતે પહોંચ્યા હતા અને માઁ અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આર્શીવાદ મેળવ્યાં હતા.

વિધાનસભા ચૂંટણીમાં વિજયને લઈ આર્શીવાદ માગ્યા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાને લઈ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે દિયોદર વિધાનસભાના ઉમેદવાર કેશાજી ચૌહાણનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં કેશાજી ચૌહાણ અંબાજી પહોંચી માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા, તો સાથે સાથે તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી વિધાનસભા ચૂંટણીમાં વિજયને લઈ આર્શીવાદ માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...