2 ટર્મથી વિજેતાને ફરી ટિકિટ:દાંતામાં કોંગ્રેસના કાંતિ ખરાડીએ ઉમેદવારી પત્ર ભર્યો; મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં

અંબાજી3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના બ્યુગલ વાગી ગયા છે. તો હવે વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. તો દરેક પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરતા આજે દાંતા વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવાર પહોંચ્યા હતા. આજે દાંતા 10 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ઉમેદવારી પત્ર ભરવા પહેલા જાહેર જનસભા કરી હતી. કોંગ્રેસની દાંતા વિધાનસભામાં કરેલી આ જનસભામાં મોટી સંખ્યામાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. તો જીતના વિશ્વાસ સાથે સમર્થકોએ જય ઘોષના નારા લગાવ્યા હતા. દાંતામાં જાહેર જનસભા સંબોધ્યા બાદ કોંગ્રેસના દાંતા 10 વિધાનસભાના ઉમેદવાર કાંતિ ખરાડી ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા. દાંતાના મામલતદાર કચેરી ખાતે કાંતિ ખરાડી ઉમેદવારી પત્ર નોંધાવતા કાંતિ ખરાડી સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ ભાગ લિધો હતો.

કાંતિ ખરાડીને ફરી એક વાર કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂકી ટિકિટ આપી
દાંતા 10 વિધાનસભામાં 2 ટર્મથી વિજેતા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીને ફરી એક વાર કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂકી ટિકિટ આપી છે. દાંતા વિધાનસભા બેઠક પર કાંતિ ખરાડીએ અનેકો વિકાસ કર્યાના વખાણ કરી જાહેર જનતાને જંગી બહુમતીથી જીતાવવાની અપીલ કરી હતી. તો કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એક ભાજપની બી ટિમ તરીકે કામ કરી રહી છે. તો ટ્રાઇબલ વિસ્તાર ગણાતું દાંતા તાલુકામાં ભોળી ભાળી જનતાને ગેર રીતે દોરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. પણ દાંતા તાલુકામાં જનતા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મુકતી આવી છે અને આગળ પણ વિશ્વાસ રાખશે.

અન્ય સમાચારો પણ છે...