કોણ છે અને ક્યાંનો છે આ ઈસમ?:અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગળું કપાયેલી હાલતમાં અજાણ્યો ઈસમ મળ્યો; ઓળખ અર્થે ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગળાના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં એક ઈસમ મળી આવ્યો હતો. જેને લઇ સારવાર અર્થે ઈસમને અંબાજી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા પોલીસ અંબાજી હોસ્પિટલ પહોંચી હતી. આ ઈસમ કોણ છે અને ક્યાંનો છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે ઈસમને ગળાના ભાગે ગંભીર ઇજાઓ હોય ઈસમને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો.

ઓળખ અર્થે પોલીસે ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કૈલાસ ટેકરીની સામેના ડમ્પિંગ સ્ટેશન નજીક ગળુ કપાયેલી હાલતમાં એક ઈસમ પડ્યો હોવાની 108ને જાણ થઈ હતી. 108 ટીમે ગળાના ભાગે ગંભીર ઈજા પામેલા યુવકને અંબાજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ અંબાજી પોલીસને કરાતા અંબાજીની હોસ્પિટલે પહોંચ્યા હતા અને આ ઈસમ કોણ છે અને કઈ રીતે તેને ઈજા પહોંચી છે. તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે આ ઇસમના ગળાના ભાગે ગંભીર ઈજા હોય પોતાનું નામ ઠામ કે કઈ રીતે તેના ગળાના ભાગે ઇજા પહોંચી છે. તે કંઈ બતાવી શકે તેવી હાલતમાં ન હોય આ ઈસમને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે આ ઈસમ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા આ ઈસમ કોણ છે? અને ક્યાંનો છે? આની સાથે શું બનાવ બન્યો? તેને લઈ આંબાજી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ આ ઈસમની ઓળખ અર્થે અંબાજી પોલીસે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...