અંબાજી નજીક આવેલી બંને આંતરાજ્ય ચેકપોસ્ટો પર વિધાનસભા ચૂંટણીને લઇ સુરક્ષા વધારવામાં આવી છે. ત્યારે પોલીસે પણ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જ્યારે ગણતરીના દિવસો બાદ વિધાનસભા ચૂંટણીનો મહાપર્વ યોજાશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓની ઘોષણખોરી ન થાય તેને લઇ ચેકપોસ્ટોપર પોલીસ જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડીવાયએસપીએ બંને ચેકપોસ્ટ ખાતે મુલાકાત લીધી
અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ અને જાંબુડી ચેકપોસ્ટ ખાતે અંબાજી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ કરી રહ્યા છે. જ્યારે ડીવાયએસપી જે.જે ગામીતે અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ અને જાંબુડી ચેકપોસ્ટ ખાતે મુલાકાત લીધી હતી. ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટ પૂરક અને બારીકાઈથી ચેકિંગ કરવા પણ પોલીસને સુચના આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુની ઘોષણખોરી ન થાય તેને લઇ ડીવાયએસપી દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોને સઘન ચેકિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.