અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઇભક્તો માટે એક નવી પેહલ તરીકે ફરારી ચિક્કી નો પ્રસાદ પણ શુરું કરાયો છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ સાથે આજથી શ્રદ્ધાળુઓ માટે ફરારી ચિક્કીનો પ્રસાદ પણ મળશે.
દૂર-દુરથી આવતા માઇભક્તોને પ્રસાદ સાથે લઈ જવા માટે લાંબા સમય તક સૂકી ફરારી ચિક્કીની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઉપવાસમાં પણ માઇભક્તો લાભ લઇ શકે તે માટે ફરારી ચિક્કીનો સમાવેશ આજથી કરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં માઇભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ફરારી ચિક્કી પ્રસાદ તરીકે વેચાણ ચાલુ કરાયું છે. એક ફરારી ચિક્કી બોક્સની કિંમત 25 રૂપિયા રાખવામાં આવી છે. એક નવી પહેલ તરીકે અંબાજી મંદિરની આ કામગીરીને માઇભક્તો દ્વારા આવકારવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.